સુરતના કડોદરા વિસ્તારમાં હાલમાં હચમચાવી દે તેવી ઘટના બની હતી. જ્યાં એક બાપે મગજ પર હેરાન સવાર થયો હોય તેમ પત્ની, દીકરી અને ત્રણ દીકરા પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. ધાબા પર ઊંઘવા જેવી વાતમાં તે પત્ની પર ઉશ્કેરાયો હતો અને તેને છરીના ઘા માર્યા હતા. દીકરી બચાવવા ગઈ તો તેની હત્યા કરી હતી. સુરત: શહેર પોલીસે શુક્રવારે 19 વર્ષની દીકરીની હત્યા તેમજ પત્ની અને દીકરાઓ પર હુમલો કરવાના આરોપમાં 45 વર્ષીય પરપ્રાંતીય મજૂરની ધરપકડ કરી હતી. માતા પર પિતાએ જીવલેણ હુમલો કરતાં તેને બચાવવાનો પ્રયાસ કરનારી દીકરીને આરોપીએ 17 વખત છરીના ઘા માર્યા હતા. આરોપી રામાનુજ સાહૂએ ફરી પત્ની રેખા (40) પર હુમલો કર્યો હતો અને 10 વખત છરીના ઘા માર્યા હતા, આટલું જ નહીં તેની બે આંગળીઓ પણ કાપી નાખી હતી. પોલીસે હત્યા અને પત્ની પર હુમલાના આરોપમાં સાહૂની કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં તેના ઘર નજીકથી ધરપકડ કરી હતી. કાપડની મિલમાં કામ કરતાં સાહૂએ તેની દીકરી ચંદનની હત્યા કરી હતી અને પત્નીને ગંભીર ઈજા પહોંચાડી હતી. શખ્સે પરિવાર પર કર્યો જીવલેણ હુમલો હુમલામાં તેમના ત્રણ દીકરા સૂરજ (16), ધીરજ (14) અને વિશાલને (12) પણ માતાને બચાવવાના પ્...
જાપાનના હિરોશિમામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ય્રુકેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી સાથે મુલાકાત કરી હતી. બંને દેશના નેતાઓ યુક્રેનના યુદ્ધ અંગે વાતચીત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, યુક્રેન યુદ્ધા વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. યુદ્ધને ઉકેલવા માટે જે પ્રયત્ન કરવા પડે તે કરીશું. PMO દ્વારા જેલેંસ્કી અને નરેન્દ્ર મોદીની તસવીર ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેંસ્કી સાથે શનિવારે મુલાકાત કરી હતી. જાપામાં હિરોશિમામાં જી-7 શિખર સંમ્મેલનમાં આ મુલાકાત થઈ હતી. રશિયા અને ય્રૂકેન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધ બાદ બંને દેશાના નેતા વચ્ચે પ્રથમ મુલાકાત છે. જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતુ જેમ કહેવામાં આવ્યું હતું કે, જેલેંસ્કી ઓનલાઈન માધ્યમથી વિઆ સંમ્મેલનમાં ભાગ લેશે, પરંતુ તેઓએ વ્યક્તિગત રૂપે આ સંમ્મેલનમાં ભાગ લેવા માંગતા હતા, ત્યારબાદ આ યોજના બદલવામાં આવી હતી. યુદ્ધ એક વિશ્વૈક મુદ્દો: PM નરેન્દ્ર મોદી વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, યુક્રેન યુદ્ધ વિશ્વ માટે એક મોટો મુદ્દો છે. આ યુદ્ધની અસર આખ...