સરકારી ભરતીમાં કૌભાંડો ઓછા થવાનું જાણે નામ ન લેતુ હોય તેમ અવાર નવાર કૌભાંડોના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. વીજ વિભાગ દ્વારા લેવાયેલી જૂનિયર ક્લાર્કની ઓનાલઈન એક્ઝામમાં ગેરરીતિ થઈ હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાંચે મુંબઈથી 2 આરોપીની ધરપકડ કરી હતી.
સુરત: વીજ વિભાગ દ્વારા વર્ષ 2021-22માં જુનિય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મુજબ, જ્યારે પરીક્ષાર્થી પરીક્ષામાં બેસે ત્યારે આપોઆપ જવાબ કમ્પ્યુટરમાં સેવ થતા હતા. સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી અને તપાસના અંતે સુરત ક્રાઈમ બ્રાંચે ઈન્દ્રવદન પરમાર અને ઓવેશ મહમંદ રફીક કાપડવાલા નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 11 સામે ફરિયાદ નોંધાઈ છે. આગામી દિવસમાં વધુ પાસ હાથ ઘરાઈ શકે છે
Comments
Post a Comment