Gujarat Titans, IPL 2023: ગુજરાત ટાઈટન્સ અલગ ‘અંદાજ’માં જોવા મળશે, મોદી સ્ટેડિયમમાં કરશે ખાસ કામ
IPL 2023 અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને હવે સમય પ્લેઓફની ટિકિટ નક્કી કરવાનો છે. હવેનુ સપ્તાહ પ્લેઓફની 4 ટીમોને નક્કી કરશે. જોકે પ્લેઓફની રેસ ખૂબ જ જબરદસ્ત છે. ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ બની શકે છે, જેનુ પ્લેઓફમાં પોતાનુ સ્થાન નિશ્ચિત મનાય છે. જોકે આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે ગુજરાતની ટીમ મેદાને ઉતરતી વેળા અલગ જ રંગના યૂનિફોર્મમાં જોવા મળી શકે છે.
ગુજરાતની ટીમ એક જબરદસ્ત કામ કરવા જઈ રહી છે. ગુજરાતની ટીમ કેન્સરની સામે જાગૃતિ પ્રેરવા માટેનો પ્રયાસ કરશે. હાલમાં ઝિમ્બાબ્વનો પૂર્વ કેપ્ટન હિથ સ્ટ્રીક પણ આવી જ રીતે કેન્સરની બિમારીથી જીવન મરણની સ્થિતીમાં સંઘર્ષ કરી રહ્યા છે. આમ કેન્સર જેવી ગંભીર બિમારી સામે મુહીમના ભાગરુપે ગુજરાત એક વિશેષ રંગની ટીશર્ટ સાથે મેદાને ઉતરશે.
સોમવારે ખાસ રંગની જર્સી જોવા મળશે
ગુજરાત ટાઈટન્સની ટીમ સોમવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાને ઉતરશે, ત્યારે ખાસ રંગની જર્સી ગુજરાતના ખેલાડીઓએ પહેરી હશે. જર્સીનો રંગ અમદાવાદમાં 15 એપ્રિલે રમાનારી મેચમાં ગુજરાતની ટીમના ખેલાડીઓનો બદલાયેલો હશે અને એ કેન્સર અને તેના જેવી જીવલેણે બિમારીઓની સામે જાગૃતિ પ્રેરવા માટે હશે.
સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી ગુજરાત ટાઈટન્સ ટીમે આપી હતી. જેમાં બતાવ્યુ હતુ કે, ટૂર્નામેન્ટ વચ્ચે જર્સીના રંગમાં ફેરફાર કરવાનુ કારણ ફ્રેન્ચાઈઝીનો હેતુ કેન્સર જેવી જીવલેણે બીમારી પ્રત્યે જાગૃતિ પ્રેરવાનુ છે.
ગુજરાત ટાઇટન્સે ટ્વીટ કરીને લખ્યું કે અમે લવંડર કલરની નવી મેચ માટે તૈયાર છીએ. આ ખાસ જર્સી દ્વારા ગુજરાત ટાઇટન્સ કેન્સર સામે અભિયાન કરવા માંગે છે. અમે સોમવારે આ જર્સી પહેરીશું. ફ્રેન્ચાઇઝીના સીઇઓએ કહ્યું કે કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે જાણ કરવા અને ચેતવણી આપવા માટે આ તેમની તરફથી એક નાનું પગલું છે.
This comment has been removed by the author.
ReplyDeleteGG
ReplyDelete