સુરતમાં 6 મહિના પહેલા યુવતીને પગમાં કૂતરાએ બચકાં ભર્યા હતા. જેના પરિણામે તેને હડકવાની અસર જોવા મળી હતી. પરંતુ જોતજોતામાં પરિવારે ડોકટરની સલાહ સૂચન તથા ટ્રિટમેન્ટને અવગણી ભૂવાને પાસે જવાનું પસંદ કર્યું હતું. આ દરમિયાન યુવતીએ અંતિમ શ્વાસ લીધા હતા. આ સમગ્ર ઘટના સામે આવતા જ ચકચાર મચી ગઈ છે.
સુરતઃ ગુજરાત રાજ્યમાં કૂતરુ કરડવાનાં અનેક કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક સુરતમાં બનાવ બન્યો છે. જેમાં સુરતમાં હડકવાને કારણે રાંદેરની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 6 મહિના પહેલા જ યુવતિને કૂતરુ કરડી ગયું હતું. જોકે તેના પરિવારે સારવારને અધવચ્ચે રાખી યુવતીને ભૂવા પાસે લઈ ગયા હતા. જોકે પહેલા પરિવારે ડોકટર પાસે યુવતીને રાખી હતી. ત્યાં વેક્સિનના ડોઝ પૂરા થાય એ પહેલા જ યુવતીને ભૂવા પાસે ખસેડવામાં આવી હતી. જોકે યોગ્ય સારવાર ન મળતા તથા ડોકટરની ટ્રિટમેન્ટ અધૂરી રહેતા યુવતીએ જીવ ગુમાવી દીધો છે.
યોગ્ય સારવાર ન મળતા યુવતીનું મોત
સુરતના રાંદેરમાં 18 વર્ષીય યુવતીનું હડકવાથી મોત નીપજ્યું છે. તેને લગભગ 6 મહિના પહેલા કૂતરુ કરડી ગયું હતું. ત્યારે પરિવારજનોએ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અહીં તેની ડોકટરો યોગ્ય સારવાર કરી જ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન પરિવારજનોએ વચ્ચેથી જ યુવતીને હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાવી ભૂવા પાસે લઈ ગયા હતા. અહીં ભૂવાએ યુવતીને બાંધી રાખી હતી અને તેની સારવાર કરી હતી.
તબિયત વધુ લથડતા ભૂવાએ કરી સારવાર
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ યુવતીની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી હતી. ડોકટરોએ ટ્રિટમેન્ટ પૂરી કરવા માટે પણ સલાહ આપી હતી. પરંતુ પરિવારજનોએ એકપણ સલાહ નહોતી માની. તથા હડકવાની રસીનો ડોઝ પૂરો કરવાના સ્થાને ભૂવાની સાથે લઈ જવાનું ચાલુ રાખ્યું હતું. જોકે આ દરમિયાન યુવતીની તબિયત વધુને વધુ ખરાબ જ થતી ગઈ હતી અને પરિવાર બીજી બાજુ ડોકટર પાસે પણ નહોતો લઈ જઈ રહ્યો.
હાંફ ચઢતી અને પાણીથી ડર લાગતો
જોતજોતામાં મૃત્યુના 2 દિવસ અગાઉથી જ તેની તબિયત વધારે ખરાબ થવા લાગી હતી. તે વ્યવસાયે તેના માતા-પિતા સાથે શાકભાજી વેચવાનું કામ કરતી હતી. જોકે કૂતરુ કરડવાને કારણે તે માતા-પિતાને મદદ કરી શકી નહોતી. પરિવારે ડોકટરના સ્થાને ભૂવા પાસે લઈ જવાનું પસંદ કર્યું હતું. જેથી યુવતીની ડોકટરની ટ્રિટમેન્ટ અધૂરી રહી તો બીજી બાજુ ભૂવાની સારવારથી કોઈ ફાયદો થયો નહીં. આથી કરીને 18 વર્ષીય યુવતિને અચાનક હાંફ ચઢતી અને પાણી પીવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે ગુરુવારે આ યુવતીનું નિધન થયું હતું.
Comments
Post a Comment