સુરતના ઉધનામાં બે વર્ષનું બાળક ચીકુનો ઠળિયો ગળી ગયુ, શ્વાસનળીમાં ફસાઈ જતા મોત સુરતના ઉધનામાંથી એક કરુણ કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા એક બે વર્ષના માસૂમ બાળકે મોઢામાં ચીકુનો ઠળિયો નાંખી દીધો હતો, જેના કારણે આ ઠળિયો શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. શ્વાસનળીમાં ઠળિયો ફસાઈ જતા બાળક બેભાન થઈ ગયુ હતુ. જ્યાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. સુરત: બાળકોને રમતા રમતા વસ્તુઓ મોઢામાં નાખવાની ટેવ હોય છે, જેના કારણે માતા-પિતાએ બાળકોની ખાસ કાળજી રાખવી પડી હોય છે. કોઈ નાનકડી વસ્તુ જો બાળક ગળી જાય તો તે ઘણી વખત મોટી તકલીફ ઉભી કરતી હોય છે. ત્યારે સુરતમાંથી માતા-પિતા માટે એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બે વર્ષનો નાનકડા બાળકનું મોતનું કારણ ચીકુ બન્યુ છે. સુરતના ઉધના વિસ્તારમાં ચીકુ ખાઈ રહેલુ બાળક ચીકુનો ઠળિયો ગળી ગયુ હતું. આ ઠળિયો તેના શ્વાસ નળીમાં ફસાઈ ગયો હતો, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. બે વર્ષીય બાળકને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યુ હતુ, જ્યાંથી તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હ...