IPLમાં આજે ધોની બ્રિગેડ જીતશે, તો ક્વોલિફાય થશે:11 ઓવરમાં તો ચેન્નાઈ અડધી ટીમ પેવેલિયનમાં; નારાયણ એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં આજે ફરીથી ડબલ હેડર મેચ રમાઈ રહી છે. દિવસની બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે ઓપનિંગમાં આવ્યા હતા. બન્નેએ સારી શરૂઆત કરી હતી. જોકે વરુણ ચક્રવર્તીએ આવીને રૂતુરાજ ગાયકવાડ 17 રને આઉટ કર્યો હતો. વરુણ ચક્રવર્તીએ બીજી વિકેટ લેતા અજિંક્ય રહાણેને આઉટ કર્યો હતો. સુનીલ નારાયણે એક જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે પહેલા અંબાતી રાયડુ અને પછી મોઈન અલીને બોલ્ડ કર્યો હતો. જ્યારે શાર્દૂલ ઠાકુરે ડેવોન કોનવેની વિકેટ લીધી હતી.
CSKએ પાવરપ્લેમાં 52 રન બનાવ્યા, એક વિકેટ પણ ગુમાવી
પાવરપ્લેમાં ચેન્નાઈની રમત સરેરાશ રહી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટે 52 રન બનાવ્યા હતા. ઓપનર રૂતુરાજ ગાયકવાડ 17 રન બનાવીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો.
વૈભવ અરોરાને પ્લેઇંગ-11માં જગ્યા, CSKમાં કોઈ ચેન્જ નહીં
કોલકાતાએ પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. અનુકુલ રોયની જગ્યાએ વૈભવ અરોરાને લેવામાં આવ્યો છે. જ્યારે ચેન્નાઈએ કોઈ જ ફેરફાર કર્યા નથી.
બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
ચેન્નાઈ સુપર કિંગ્સમ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: મથિશા પથિરાના, નિશાંત સંધુ, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રશીદ, આકાશ સિંહ.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા અને વરુણ ચક્રવર્તી.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: વેંકટેશ અય્યર, અનુકુલ રોય, એન. જગદીસન, ઉમેશ યાદવ, લોકી ફર્ગ્યુસન.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...
ચેન્નાઈ જીતશે, તો પ્લેઑફમાં, કોલકાતા હારશે તો આઉટ થશે
આ મેચ જીતીને ચેન્નાઈ પ્લેઓફમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની જશે, જ્યારે કોલકાતા પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. કોલકાતા માટે કરો યા મરો હરીફાઈ છે. બંને ટીમ આ સિઝનમાં બીજી વખત આમને સામને થઈ રહી છે. અગાઉ બંને 33મી મેચમાં સામસામે હતા, ત્યારે CSK 49 રને જીતી હતી.
ચેન્નાઈની ટીમે 12માંથી 7 મેચ જીતી
ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં તેણે સાતમાં જીત અને ચાર મેચ હારી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ટીમના હાલ 15 પોઈન્ટ છે. ડેવોન કોનવે, મોઈન અલી, મહિશ થિક્સાના અને મિચેલ સેન્ટનર કોલકાતા સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. આ સિવાય તુષાર દેશપાંડે, રુતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
Comments
Post a Comment